વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાહન ચેકીંગ કામગીરી અન્વયે જામસર ચોકડી ખાતે હોય ત્યારે ભીમગુડા ગામ તરફથી સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં. જીજે-૧૧-એઆર-૪૨૬૯ લઈને પસાર થતા બાઇકને રોકી બાઇક ચાલકની અંગ ઝડતી લેતા તેના પેન્ટના નેફામાં વિદેશી દારૂ રોયલ સ્ટગ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૪૦૦/-મળી આવી હતી, આથી પોલીસે બાઇક ચાલક આરોપી પરષોત્તમભાઈ ઉર્ફે પસાભાઇ પાલાભાઈ રાઠોડ ઉવ.૪૫ હાલરહે.રાજગઢ તા.વાંકાનેર મૂળરહે.પલાસવા તા.જી.જુનાગઢવાળાની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે વાંકાનેર તાલુકા પોલીસે બાઇક તથા વિદેશી દારૂની બોટલ સહિત કુલ કિ.રૂ.૩૦,૪૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.