Sunday, May 19, 2024
HomeGujaratમોરબીના લાલપર ગામ ખાતે પુરપાટ ઝડપે રિવર્સ આવતા લોડર વાહને આધેડને હડફેટે...

મોરબીના લાલપર ગામ ખાતે પુરપાટ ઝડપે રિવર્સ આવતા લોડર વાહને આધેડને હડફેટે લેતા મોત

મોરબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે રિવર આવતા લોડર વાહને આધેડને હડફેટે લેતા આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મૃતકનાં પુત્ર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી લોડર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં પ્લોટ વિસ્તાર, નવા બાલમંદિર પાસે, લાલપર ખાતે રહેતા દિલીપભાઇ પ્રેમજીભાઇ ઓગાણજાના પિતા પ્રેમજીભાઇ રતુભાઇ ઓગાણજા ગત તા-૨૯/૧૨/૨૦૨૩ ના રોજ સવારે મોરબી તાલુકા લાલપર ગામ સનગ્લોસ સિરામક કારખાનમા આવેલ માટીખાતા વિભાગમા હોય ત્યારે GJ-36-S-1057 નંબરનાં લોડરના ચાલક આરોપીએ પોતાના હવાલાવાળુ લોડર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે પાછળ જોયા વગર એકદમ સ્પીડમા રીવર્સમા લઈ પ્રેમજીભાઇ રતુભાઇ ઓગાણજાને હડફટે લેતા શરીર પર ટાયર ફેરવી દેતા ગંભીર ઇજાઓના કારણે પ્રેમજીભાઇનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!