મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા આધેડને અગાઉ પાડોશી સાથે ગાળો બોલવા બાબતે બોલાચાલી થઈ હોય જેનો ખાર રાખી પાડોશી બે સગા ભાઈઓ દ્વારા આધેડને રસ્તામાં રોકી ગાળો આપી લોખંડના પાઇપ તથા ધારીયા વડે માથામાં માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી બંને ભાઈઓ સ્થળ ઉપરથી ચાલ્યા ગયા હતા. ત્યારે સમગ્ર બનાવ બાદ સારવાર પૂર્ણ થયે આધેડે બી ડિવિઝન પોલીસ મથકમાં બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા રમેશભાઈ બાબુભાઇ સાતોલા ઉવ.૪૬ ને આજથી બારેક મહિના પહેલા ત્રાજપર ખારીમાં રહેતા આરોપીઓ મહેશ ઉર્ફે મટો અમરશીભાઈ વરાણીયા અને રાજેશ અમરશીભાઈ વરાણીયા સાથે ગાળો બોલવા બાબતે બોલાચાલી થઈ હોય ત્યારે ગત તા.૧૪/૦૧ના રોજ રમેશભાઈ માતાજીના મંદિરે દર્શન કરીને પોતાના ઘર તરફ આવતા હોય ત્યારે ત્રાજપર ખારીના ચોરા પાસે બંને આરોપીઓ ઉભા હોય અને કોઈપણ કારણો કર વાંક વિના બંને ભાઈઓ રમેશભાઈને ગાળો આપી ધારીયાનો એક ઘા માથામાં ઝીંકી દીધો હોય જ્યારે અન્ય આરોપીએ લોખંડના પાઇપ વડે માર મારતા દેકારો થતા ત્યાં બાજુમાં રહેતા રમેશભાઈના સગા વ્હાલાઓએ વધુ મારથી છોડાવેલ ત્યારે જતા જતા બંને ભાઈઓએ જાનથી મારી નાખવાની ધમકી આપીને ચાલ્યા ગયા હતા.
બીજીબાજુ રમેશભાઈને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ૧૦૮ મારફત મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ હોસ્પિટલમાંથી રમેશભાઈને રજા આપતા તેઓએ બી ડિવિઝન પોલીસ મથકમાં આવી બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.