નવો વર્ષ થતાની સાથે જ આવારા તત્વો પોતાની ગુંડાગીરી ચલાવવાનું શરૂ કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે. ચોરી, મારામારી, સહિતના અનેક બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે માળિયા તાલુકાના મોટા દહીસરા ગામેથી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નીપવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હત્યા કરાયેલ મૃતદેહ મળ્યો હોવાની જાણ માળિયા મી. પોલસને થતા જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે વિનોદભાઈ મુળુભાઈ ચાવડા નામના ૪૭ વર્ષીય આધેડને કોઈ અજાણ્યા શખ્સોએ તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા નિપજાવી હતી. અને તેની હત્યા કરાયેલ લાશ અંગે સ્થાનિકોને જાણ થતા તેઓએ ગામના સરપંચને મૃતદેહ અંગે જાણ કરી હતી. જેથી તેઓએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જય બનાવ નગે માળિયા મી.પોલીસને જાણ કરી હતી. જેથી બનાવ અંગે જાણ થતા જ ઇન્ચાર્જ પી.એસ.આઈ એમ.જે. ધાંધલ સહિતની ટીમ તાત્કાલિક સ્થળ પર રવાના થઇ હતી અને મૃતદેહનું પંચનામું કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. તો મૃતકના મૃતદેહને પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો છે. અને વિનોદભાઈની હત્યા કોણે અને ક્યા કારણોસર કરવામાં આવી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. જયારે સુત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, હત્યા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલુ છે, તેમજ આરોપીઓ પોલીસની હાથ વેતમાં છે.