વાંકાનેરમાં બીએસએનએલ ઓફિસમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેનાર વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામના મહમદઇરફાન ઇસ્માઇલ માથકીયા ઉવ.૪૨નું રાજકોટ ખાતે ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાંનો બનાવ સામે આવ્યો છે, જેમાં ગઈ તા.૨૪/૦૨ના રોજ મહમદઇરફાન માથકીયાએ બી.એસ.એન.એલ ઓફીસમાં કોઇ કારણોસર ઝેરી દવા પી જતા બેભાન હાલતમાં પ્રથમ સારવારમાં મોરબીની ખાનગી હોસ્પીટલ બાદ વધુ સરવારમાં રાજકોટની ખાનગી હોસ્પીટલ જ્યાંથી રાજકોટ સરકારી હોસ્પીટલમાં બે-ભાન હાલમાં સારવારમાં દાખલ કર્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમ્યાન ગત તા.૦૨/૩ ના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે વાંકાનેર સીટી પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.