મોરબીમાં આપઘાતના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેને લઈ વહીવટી તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. ત્યારે 5 દિવસ અગાઉ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર આધેડનું ગઈકાલે સારવાર દરમિયાન મોટ નીપજ્યું છે.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, ગત 29 ઓગસ્ટે નારણકા ગામના રહેવાસી ભરતભાઇ મગનભાઇ મેરજા નામના 51 વર્ષીય આધેડે પોતાના ઘરે જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પરિવારજનોને જાણ થતા તેઓએ આધેડને શુભ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પરંતુ તેઓએ 5 દિવસની ટૂંકી સારવાર બાદ દમ તોડી દેતા પરિવારમાં શોકનું મોજું ફરીવળ્યું છે. જયારે ડો. રાકેશ એ સરડવાએ આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે.