મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક ચાલીને હાઇવે રોડ ક્રોસ કરી રહેલા આધેડને અજાણ્યા ટ્રકના ચાલકે પોતાનું વાહન પુરગતિએ ચલાવી આવી હડફેટે લેતા, આધેડને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ ઉપર મૃત્યુ નિલજ્યું હતું, બીજીબાજુ અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનો ટ્રક ઘટના સ્થળેથી લઈને નાસી ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માતમાં સ્થળ ઉપર મૃત્યુ પામેલ ભગવતીપ્રસાદ મખીયાવા મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે બાપાસીતારામ હોટલે જમીને માવો(ફાકી) લેવા માટે જતા હતા ત્યારે બાપા સીતારામની હોટલની સામે મોરબી-હળવદ રોડ પર એક અજાણ્યા ટ્રક વાહન ચાલકે પોતાના હવાલાવાળી ટ્રક વાહન ફુલ સ્પીડમા અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી પાછળથી ભગવતીપ્રસાદને હડફેટે(ઠોકર મારતા) લેતા, તેઓ રોડ પર પડી ગયા હતા, જેથી તેમને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમનું સ્થળ પર મોત નીપજ્યું હતું, સમગ્ર અકસ્માતની ઘટનાને પગલે મૃતકના પુત્ર રાજદીપભાઇ ભગવતીપ્રસાદ મખિયાવા ઉવ-૨૨ રહે.જુની સ્કુલની પાછળ ગામ-જશાપર તા-ધ્રાગધ્રાવાળાએ અજાણ્યા ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.