મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી પાસે મૃત્યુનો બનાવ સામે આવ્યો છે, જે ઘટના અંગેની પ્રાપ્ત વિગતો મુજબ દોલતરામ દેવચંદ વર્મા ઉવ-૪૬ રહે-ભાટખેડી તા.બ્યાવરા જી.રાજગઢ(એમ.પી) વાળાનું ગઈ તા.૧૪/૦૬ના રોજ સાંજે મહેન્દ્રનગર ચોકડી ખાતે અચાનક ચક્કર આવી જતા પડી ગયા હતા, જેથી તેઓને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડતા, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે જોઈ તપાસી દોલતરામ વર્માને મૃત જાહેર કર્યા હતા. હાલ બી ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે









