મોરબીના ઘૂંટુ રોડ પર બાઈક પર જતાં આધેડને મોરબી જિલ્લા સી ટીમની પીસીઆર વાને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જાતા લોકો એકત્રિત થઈ ગયા હતાં. ઈજા ગ્રસ્ત બાઈક સવાર આધેડને સર્વર સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બનાવમાં પોલીસ દ્વારા મોડે સુધી ફરિયાદ દાખલ કરાઈ ન હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી હળવદના નિર્માણાધિન ફોર લેન હાઈવે પર ધૂટું ગામ નજીક હરિઓમ સોસાયટી પાસે હળવદ તરફથી પોતાના મોટર સાયકલમાં આવી રહેલા હીરાભાઈ બચુભાઈ રોઝડીયા નામનાં આધેડ ને રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે ધસી આવેલ જિલ્લા પોલીસ સી ટીમની બોલેરોએ બાઈકને અડફેટે લીધું હતું. જે અકસ્માતની ઘટના બનતી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. જે ઘટનામાં હરિભાઈ નામનાં આધેડને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.લોકોને કાયદાના પાઠ ભણાવતી પોલીસે જ રોંગ સાઈડમાં આવી અક્સ્માત સર્જવાના આક્ષેપ સાથે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.