મોરબી તાલુકાના આંદરણા ગામ નજીક તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય ત્યારે વાંકડા ગામ જવાના રસ્તે હીરો સ્પ્લેન્ડર બાઇક રજી.નં. એમપી-૬૯-ઝેડએ-૭૩૩૧ ઉપર પ્લાસ્ટિકના બાચકા સાથે શંકાસ્પદ હાલતમાં આવતા એક શખ્સને રોકી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ ગોઆ સ્પીરિટ વ્હિસ્કીની ૧૮૦મીલી. ક્ષમતાવાળી ૨૦ બોટલ કિ.રૂ.૨,૦૦૦/- મળી આવી હતી, આથી તાલુકા પોલીસે આરોપી રમણભાઈ કનુભાઈ મોહનીયા ઉવ.૨૮ રહે. કદવાલ તા.કઠીવાળા જી.અલીરાજપુર મધ્યપ્રદેશવાળાની અટકાયત કરવામાં આવી હતી.