મોરબી નેશનલ હાઇવે ત્રાજપર ચોકડી નજીક બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન એક ઈસમ શંકાસ્પદ હાલતમાં લાગતા, તેને રોકી તેની અંગઝડતી લેતા, પેન્ટના નેફામાંથી ઈંગ્લીશ દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૫૬૨/- મળી આવી હતી, જેથી આરોપી નરેન્દ્ર ભગવાનસિંગ કુરમી ઉવ.૩૨ હાલ રહે.વાંકાનેર પેડક સોસાયટીમાં ભાડેથી મૂળરહે. ચાંદપુર ગામ તા.તુરઈ જી.સાગર(મધ્યપ્રદેશ) વાળાની અટક કરી, આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.