આ અંગે મળતી માહિતી મુજબ ઘુંટુ રોડ પર આવેલ પૂનમ ઇન્ડસ્ટ્રીઝ પાસે આવેલ હનુમાન મંદિર પાસે ઉત્તરપ્રદેશ ના મહંમદભાઇ અસરફભાઈ (ઉ.વ. ૨૩) વાળાને કોઈ કારણોસર વિજશોક લાગ્યો હતો બાદ મરણ ગયેલ હાલતમાં તેમને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવેલ હોઈ ત્યારે ફરજ પર હાજર ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે આ અંગે મોરબી તાલુકા પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુ નોંધ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.