મોરબીના નાની કેનાલ રોડ ઉપર આવેલ શ્યામ રેસીડન્સી પ્રભાત વીલામાં મૂળ છત્તીસગઢ રાજ્યના રહેવાસી એવા ૩૦ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર મૂળ છત્તીસગઢ રાજ્યના કોદવા ગોડાન તા.પંડરીયા જી.કવર્ધાના વતની હાલ મોરબી નાની કેનાલ રોડ મુનનગરમાં શ્યામ રેસીડન્સી પ્રભાત વિલા-બી માં રહેતા પ્રભાતભાઇ જામલાલ દુર્વા ઉવ.૩૦ એ નવા બનતા એપાર્ટમેન્ટમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું અકાળે મોત નીપજ્યુ હતું, હાલ મોરબી એ ડિવિઝન પોલીસે સમગ્ર બનાવની અ.મોત રજી. કરી આગળની તપાસ શરૂ કરી છે.