મોરબી એસઓજી ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે મહારાણા પ્રતાપ સર્કલ નજીક વોચમાં હોય તે દરમિયાન અમદાવાદથી આવેલ પરપ્રાંતિય શખ્સ પાસેથી માદક પદાર્થ ગાંજાના ૨ કિલોથી વધુનો જથ્થો મળી આવતા, આરોપીની અટકાયત કરી તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં નારકોટિક્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મોરબી એસઓજી પોલીસ ટીમને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળી કે, અનુજકુમાર વર્મા નામનો પરપ્રાંતિય શખ્સ માદક પદાર્થ ગાંજા સાથે અમદાવાદથી મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવવાનો છે, જે મુજબની મકે બાતમીને આધારે એસઓજી ટીમ વોચમાં હોય તે દરમિયાન ઉપરોક્ત વર્ણન વાળો શખ્સ મહારાણા પ્રતાપ સર્કલ ઓમ પ્લાઝા કોમ્પ્લેક્ષ સામે જોવા મળતા તુરંત તેને કોર્ડન કરી તેની પાસે રહેલ થેલાની ઝડતી તલાસી લેતા તેમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો ૦૨.૮૮૫ કિ.ગ્રા.નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્મા ઉવ.૨૯ રહે. હાલ ઉત્તરપ્રદેશના લખીમપુર જીલ્લાના ભૂલભુલિયા ગામ મૂળરહે. છત્તીસગઢ વાળાની અટકાયત કરી હતી, આ સાથે પોલીસે આરોપી પાસેથી માદક પદાર્થ ગાંજો કિ.રૂ.૨૮,૮૫૦/-, મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/- સહિત ૩૩,૮૫૦/-સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ, આરોપી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવી આગળની તપાસ ચલાવી છે.