રોડ વચ્ચે સિગ્નલ કે આડ્સ નહીં રાખનાર બંધ ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
હળવદ તાલુકાના કવાડીયા ગામના પાટીયા પાસે ત્રિપલ માર્ગ અકસ્માતમાં આઇસરમાં બેઠેલા ૧૫ વર્ષીય સગીરનું મૃત્યુ નીપજ્યું હતું, જેમાં રોડની વચ્ચે બંધ ટ્રકની પાછળ ટ્રક-ટેન્કર અથડાયું હતું જેની સાથે-સાથે પાછળ આઇસર ટ્રક આવતો હોય તે અથડાયો હતો, ત્યારે સદનસીબે ટ્રક ટેન્કર ચાલકને કોઈ ઇજાઓ થઈ ન હતી પરંતુ આઇસર-ટ્રક ચાલકને પગમાં તથા શરીરે ઇજાઓ પહોંચી હતી અને આઇસરમાં ચાલકની બાજુમાં બેસેલ ૧૫ વર્ષીય સગીરને કપાળે ગંભીર ઇજા પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
માર્ગ અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લાના ક્વાટ ગામના રહેવાસી અરજણભાઇ ઉર્ફે લાખાભાઇ ચોથાભાઇ સોબોડ ઉવ-૨૫ એ હળવદ પોલીસ મથકમાં આરોપી તરીકે ટ્રક રજી.નં. જીજે-૧૨-એઝેડ-૮૨૨૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ઉપરોક્ત ટ્રક ચાલકનો ટ્રક હળવદ-ધ્રાંગધ્રા હાઇવે ઉપર કવાડીયા ગામના પાટીયા પાસે રોડ ઉપર બંધ હાલતમાં હોય જેથી તેને પોતાના ટ્રકની પાછળ સિગ્નલ કે કોઈ આડ્સ રાખી ન હોય ત્યારે ગત તા.૨૧/૧૦ ના રોજ વહેલી સવારે આ બંધ ટ્રકની પાછળ પ્રથમ ટ્રક-ટેન્કર રજી.નં જીજે-૧૨-બીવી-૯૪૦૮ વાળુ ભટકાઇ જતા જેમાં કોઇ ઇજા જાનહાની થયેલ ન હોય જે બાદ તેની પાછળ ફરિયાદીના ભાઇનુ આઇસર એલપીડી વાહન રજી.નં- જીજે-૦૮-એડબ્લ્યુ-૫૫૦૩ GJ-08-AW-5503 જે ફરીયાદીનો ભાઇ ચલાવતો હોય તે પણ આરોપીના ટ્રક પાછળ ભટકાઇ જતા આઇસર ચાલકને પગે ફેક્ચર તથા પેટે શરીરે પર નાની મોટી ઇજા પહોંચી હતી જ્યારે આઇસરમા બેસેલ પ્રવિણ ચંદાભાઇ માજીરાણા ઉવ-૧૫ વાળાને કપાળે ગંભીર ઇજા થવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું, હાલ હળવદ પોલીસે સમગ્ર અકસ્માતના બનાવમાં મૃત્યુ અંગે ઉપરોક્ત ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.