મોરબી જીલ્લામાં માળિયા મીયાણા નજીક આવેલ મચ્છુ નદીમાં ડૂબતા વ્યક્તિને બચાવી આપાતકાલી સેવાઓ સમયસર મળી રહે તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
માળીયા મીયાણા મામલતદાર કે.વી. સાનિયાના જણાવ્યા અનુસાર માળીયા નજીક આવેલ મચ્છુ નદીમાં નહાવા પડતા એક વ્યક્તિ ડુબવા લાગ્યો હતો જેની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ અને આપદા મિત્રોની ટીમ બચાવ માટે દોડી આવી હતી. આ સાથે જ ઘટના સ્થળે માળિયા મામલતદાર કચેરીની ટીમ તેમજ આરોગ્ય વિભાગની ટીમ પણ પહોંચી ગઈ હતી. ઘટના સ્થળે પહોંચી ફાયરની ટીમ દ્વારા ડુબતી વ્યક્તિને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તે વ્યક્તિને સલામત રેસ્ક્યુ કરી સમયસર સારવાર મળી રહે તે માટે માળિયા સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વ્યક્તિને તાત્કાલિક સારવાર આપવામાં આવતા હાલ તે વ્યક્તિ હેમખેમ સલામત છે. સમગ્ર મોકડ્રીલના આયોજનમાં મોરબી જીલ્લા ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે જહેમત ઉઠાવી હતી.