- મોરબી રાજકોટ હાઇવે પર અકસ્માતો બનવાના બનાવો સામાન્ય થઈ ગયા છે ત્યારે આજે બપોરે વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક લઈને મોરબી થઇ રાજકોટ જઇ રહેલા દંપતી નો અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ના તોતિંગ ટાયર હેઠળ કચડાઈ જતા મહિલાનું મોત નિપજ્યું હતું.
આ અંગે વધુ વિગત મુજબ મોરબી માં રહેતા ચંદ્રકાન્ત ભાઈ નામના વ્યક્તિ પોતાની પત્ની સાથે પોતાના હીરો સ્પ્લેન્ડર બાઇક નં. GJ 03 EN 2711 લઈને રાજકોટ તરફ જઈ રહયા હતા ત્યારે આશરે બપોરના ૧૨-૩૦ આસપાસ ના સમયે ધ્રુવનગર પાસે પહોંચતા કોઈ કારણોસર બાઇકમાં પાછળ બેસેલ નીતાબેન ચન્દ્રકાંત ભાઈ નામના મહિલા પડી જતા પાછળ થી આવતા ટ્રક ના તોતિંગ ટાયરો હેઠળ કચડાઈ જતા નીતાબેન નું ઘટનાસ્થળે જ કમકમટીભર્યું મોત નીપજ્યું હતું અને બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે આ અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો અને આ બનાવને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઈ ગયા હતા અને જેમાંથી કોઈએ ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ દ્વારા તુરંત ઘટનાસ્થળે પહોંચીને ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે ખસેડવા કામગીરી હાથ ધરી હતી.