Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીની ડમ્પર ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા રેતી ભરેલ ડમ્પર પેટ્રોલપંપમાં ત્રાટકી...

મોરબીની ડમ્પર ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા રેતી ભરેલ ડમ્પર પેટ્રોલપંપમાં ત્રાટકી પલટી મારી ગયું

મોરબીમાં કંડલા બાયપાસ રોડ ઉપર ધરમપુર ગામની સીમમાં આવેલ બીપીસીએલ કંપનીનો હિના પેટ્રોલપંપમાં બેકાબુ રેતી ભરેલ ડમ્પર દીવાલ તોડી અથડાઈ પલ્ટી મારી ગયું હતું. જેમાં પુરપાટ ગતિએ ચલાવી આવતા ડમ્પરના ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા ડમ્પર પેટ્રોલપંપની દીવાલ તોડી અંદરની બે રૂમ ઉપર પલ્ટી મારી ગયું હતું જેમાં પેટ્રોલપંપમાં રાખેલ એર-કમ્પ્રેસરને પણ નુકસાન થયું હતું. બનાવ બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન રેઢું મૂકી પલાયન થઈ ગયો હતો. સદનસીબે અકસ્માતની દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના ધરમપુર ગામ નજીક આવેલ બીપીસીએલ કંપનીના હિના પેટ્રોલપંપમાં ગત તા. ૧૦/૦૭ના રોજ પુરપાટ ગતિએ ચલાવી આવતા ડમ્પર રજી. નં.જીજે-૩૬-વી-૯૯૬૯ના ચાલકે સરેઆમ રોડ ઉપર પુ૨ઝડપે અને ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવતા અચાનક કાવુ મારતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર પલ્ટી ખાઇ પેટ્રોલપંપની દિવાલ સાથે ભટકાઇ આડુ પડી જઈ અકસ્માતની ઘટના બની હતી. ત્યારે ડમ્પર પેટ્રોલપંપની દિવાલ તોડી તથા હવા ભરવાના કમ્પ્રેસર મશીનમા નુકશાન કર્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાના હવાલાવાળુ ડમ્પર રેઢુ મુકી નાશી ગયો હતો . ત્યારે અકસ્માતની ઘટના અંગે હિના પેટ્રોલપંપમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મ રાજસ્થાન રાજ્યના રહેવાસી લખમારામ મોતીભાઇ પંચાલ જાતે-મેઘવાલ ઉવ-૩૦ની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!