Friday, January 10, 2025
HomeGujaratમોરબીનાં વિદ્યાર્થીએ શૂટીંગ ચેમ્પિયનશીપમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યુ

મોરબીનાં વિદ્યાર્થીએ શૂટીંગ ચેમ્પિયનશીપમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યુ

મોરબીમાં ધોરણ ૧૨ માં ભણતા વિદ્યાર્થી દક્ષ ભુપતભાઈ અમૃતિયાએ તાજેતરમાં તા.૧૪/૧૫ મે ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલ 2જી ગુજરાત સ્ટેટ ઈન્ટર સ્કુલ શૂટીંગ ચેમ્પિયનશીન 2023માં પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ મેળવ્યુ છે. અને રાજ્ય કક્ષાની શૂટીંગ ચેમ્પિયનશીપમાં મોરબી જીલ્લાનુ ગૌરવ વધાર્યુ છે.

- Advertisement -
- Advertisement -

 

મળતી માહિતી અનુસાર, અમદાવાદ ખાતે ગત તા.૧૪/૧૫ મે ના રોજ 2જી ગુજરાત સ્ટેટ ઈન્ટર સ્કુલ શૂટીંગ ચેમ્પિયનશીન 2023 યોજાઈ હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૨૦૦ થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં મોરબીમાં ધોરણ ૧૨ કોમર્સમાં અભ્યાસ કરતા દક્ષ ભૂપતભાઈ અમૃતિયાએ ૪૦૦ માંથી ૩૫૪ નો સ્કોર પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવી ઉત્કૃષ્ઠ સિધ્ધી બદલ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રિલ માસ દરમિયાન રાઈફલ શૂટીંગમાં મોરબીના દક્ષ અમૃતિયાએ બે સિલ્વર મેડલ પણ મેળવ્યા.દક્ષ અમૃતિયા એ રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર મોરબી જીલ્લાને ગૌરવ અપાવ્યુ છે. તેની આ સિધ્ધિ બદલ તેની સ્કુલના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ, સ્ટાફ ગણ સહીતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા તેમજ તેમના મિત્રો, સગાં-સંબંધીઓ, શુભચિંતકો તરફથી શુભેચ્છાઓનો ધોધ ચોમેરથી વરસી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!