મોરબીના ધરમપુર ગામ નજીક મોટર સાયકલમાં સવાર સાળા-બનેવીને અકસ્માત નડ્યો હતો, જેમાં મોટર સાયકલ લઈને પેકેજીંગ કારખાને મજૂરીએ જતા હોય તે દરમિયાન ધરમપુર ગામના સ્મશાન પાસે સામેથી આવતી સ્વીફ્ટ કારણ ચાલકે મોટરસાયકલનો હડફેટે લેતા મોટર સાયકલ ચાલકને પગમાં ફ્રેકચર જેવી ઇજા પહોંચી હતી, ત્યારે ઇજાગ્રસ્ત દ્વારા તાલુકા પોલીસ મથકમાં સ્વીફ્ટ કારણ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબી તાલુકાના નવા ધરમપુર ગામે રહેતા પ્રદીપભાઈ મનજીભાઈ કુવરિયા ઉવ.૩૦ ગઈ તા.૧૧/૦૨ ના રોજ સવારમાં પોતાનું મોટર સાયકલ ડ્રિમ ન્યુ હોન્ડા રજી. નં. જીજે-૦૩-એફએલ-૩૭૬૩ લઈને પેકેજીંગ કારખાનામાં મજૂરી કામે જતા હોય ત્યારે મોટર સાયકલમાં તેમની સાતગે તેમનો સાળો વિક્રમભાઈ બેસેલ હોય ત્યારે મોટરસાયકલ ધરમપુર ગામના સ્મશાન પાસે પહોંચ્યું ત્યારે સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૩૬-એલ-૩૩૩૯ વાળીના ચાલકે ફુલ સ્પીડમાં પોતાની કાર ચલાવી આવી સામેથી પ્રદીપભાઈના મોટરસાયકલનો ઠોકર મારતા પ્રદીપભાઈનો સાળો વિક્રમભાઈ નીચે પડી જતા તેને સામાન્ય ઇજા પહોંચી જ્યારે પ્રદીપભાઈને પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. હાલ તાલુકા પોલીસે સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.