મોરબીના જાણીતા સ્ટેજ કલાકાર તેમજ પ્રોગ્રામ ઓર્ગેનાઈઝેશર મનોજભાઈ રાજા દ્વારા તેમના મલ્હાર ફેમિલી ક્લબ અને જોલી ક્લબ દ્વારા મોરબીના સ્કાય મોલ ખાતે સ્વર્ગીય સ્વર કિન્નરી લતા મંગેશકરજીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે સ્વાંજલી કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જાણીતા કલાકારો દ્વારા તેઓના ગીતના સૂર રેલાવીને તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
મોરબીના જાણીતા કલાકાર મનોજભાઈ રાજાના એકાવન વર્ષ નિમિત્તે ગોલ્ડન જુબલી ઉજવવા માટે તેમજ તાજેતરમાં જ કલા જગતના ખરી પડેલ સીતારા સમાન સ્વર કિન્નરી લતા મંગેશકરને કલાના માધ્યમ વડે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જાણીતા ઓરકેસ્ટ્રા કલાકારો દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકોને મંત્રમુગ્ધ કરી દે તેવી સુરાવલી વહાવવામાં આવી હતી અને તેમની સાથે વોઇસ ઓફ લતા અને આશા તરીકે ઓળખાતા અમદાવાદના જ્યોતિ ક્રિશ્ચિયન, વોઇસ ઓફ કિશોર તરીકે જાણીતા વડોદરાના આનંદ વિનોદ, વોઇસ ઓફ મોહમ્મદ રફી એવા અમદાવાદના મનદીપ દેવાશ્રયી તેમજ એન્કર ભૂમિજ ત્રિવેદીએ લોકોને તેમની અદભુત કલા વડે મંત્રમુગ્ધ કરી દીધા હતા સાથે સાથે વડોદરાના યતીન જૈન દ્વારા પણ એક અદભુત ફોક ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો જેને લોકોએ તાળીઓથી વધાવી દીધો હતો મોરબીના કલા જગતના જાણીતા નામ એવા મનોજભાઈ રાજાના આમંત્રણને માન આપીને મોરબીના અનેક મહાનુભાવોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી જેમાં પાલિકા પ્રમુખ કે.કે. પરમાર, ભાવેશભાઈ કંઝારીયા, અનિલભાઈ મહેતા, પી.ડી.કાંજીયા (નવયુગ ગ્રૂપ), શૈલેષભાઈ કલોલા (એલિટ ગ્રૂપ), દિનેશભાઈ સખનપરા, મહેશભાઈ ચાડમીયા, ગ્રાહક સુરક્ષા મંડળના લાલજીભાઈ મહેતા, હિતેશભાઈ મહેતા, અનિલભાઈ ઠક્કર (રાધે સ્ટોન), બાબુભાઈ પટેલ (બિલ્ડર), ડો. આશિષ ત્રિવેદી, ડો. બી.કે. લહેરુ તેમજ પત્રકારો સહિતના હાજર રહ્યા હતા.