Wednesday, January 8, 2025
HomeGujaratહળવદમાં આવતીકાલે રાજ્યપાલના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદન યોજાશે

હળવદમાં આવતીકાલે રાજ્યપાલના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદન યોજાશે

આવતીકાલે ૧૦ સપ્ટેમ્બરે રાજ્યપાલ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડુતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપશે

- Advertisement -
- Advertisement -

ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આવતીકાલે ૧૦ સપ્ટેમ્બરના રોજ હળવદના પ્રવાસે આવવાના હોવાથી તેમના અધ્યક્ષસ્થાને માર્કેટિંગ યાર્ડ હળવદ ખાતે સવારે ૯:૩૦ કલાકે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા પ્રેરક ઉપસ્થિત રહેશે. સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ થકી દેશના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ઉન્નત બને તથા દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ અને તંદુરસ્ત બને તે માટે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડુતોને પ્રાકૃતિક કૃષિ અપનાવતા કરવા માટે વડાપ્રધાન દ્વારા આહવાહન કરેલ છે. રાજ્ય તેમજ સમગ્ર દેશના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે દિશામાં રાજ્યપાલ દ્વારા જનઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!