Sunday, April 12, 2026
HomeGujaratજિંદગી સામેની લડત માં જીતનો નવો અધ્યાય: આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ...

જિંદગી સામેની લડત માં જીતનો નવો અધ્યાય: આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ બચાવ્યો વધુ એક જીવ

24 માર્ચ, 2026 ના રોજ એક 85 વર્ષના વયોવૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં સંપૂર્ણ બેભાન અવસ્થામાં આવ્યા, ત્યારે ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા તપાસ કરતા જણાયું કે દર્દીને લોહીની 4-5 ઉલ્ટીઓ થઈ હતી અને એના માટેનુ જરૂરી ઓપરેશન એ દિવસે જ કરાવેલું હતું, દર્દી ના હ્રદયની મુખ્ય બે નળીઓ મા બ્લોક આવેલુ હતુ, દર્દીના મગજ મા લોહી નીકળેલુ છે, લિવર પર ડેમેજ થયેલુ છે, કિડની પર ડેમેજ થયેલુ છે, બી.પી ખૂબજ ઓછુ છે, ઓક્સિજન લેવલ ખૂબજ ઓછુ છે. આમ દર્દી ની અતિ નાજુક સ્થિતિને ધ્યાનમાં લેતા તાત્કાલીક તેમને ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબની સારવાર હેઠળ આયુષ હોસ્પિટલ ના આઈ.સી.યુ. વિભાગમા દાખલ કરવામાં આવ્યા, આમ વયોવૃદ્ધ દર્દીને આટલુ જીવન નું જોખમ હોવા છતા તેમના સચોટ નિદાન અને સારવાર ના પગલે દર્દીનો જીવ બચી ગયો અને માત્ર એક અઠવાડિયામાં તેમની હોસ્પિટલ માથી ચાલતા પગે રજા કરવામાં આવી હતી, આથી દર્દી તેમજ તેમના સગાઓ દ્વારા આયુષ હોસ્પિટલ અને ડો.સત્યજીતસિંહ જાડેજા નો ખુબજ આભાર માનવામાં આવ્યો હતો, આમ જીવન માટે ની લડાઈમાં વધુ એક દર્દીને નવુ જીવન આપવામાં આવ્યું હતુ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!