Thursday, July 24, 2025
HomeGujaratમોરબી શહેર માટે પીવાના પાણીના નવા યુગની શરૂઆત:પાનેલી તળાવ નવીનીકરણ યોજના મંજુર

મોરબી શહેર માટે પીવાના પાણીના નવા યુગની શરૂઆત:પાનેલી તળાવ નવીનીકરણ યોજના મંજુર

મોરબી શહેરના સામાાંઠા વિસ્તારમાં પીવાના પાણીનો સમસ્યાનો અંત આવશે, મોરબી શહેર માટે પીવાના પાણીના નવા યુગની શરૂઆત થઇ હોય તેમ પાનેલી તળાવ નવીનીકરણ યોજનાને મંજુર મળી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના પીવાના પાણીના મુદ્દાને દૃઢતાથી ઉકેલવા માટે પાનેલી તળાવ પર આધારિત નવા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ યોજના અમલમાં મુકવામાં આવી છે. 25 MLD ક્ષમતા ધરાવતું વિસ્તૃત પ્લાન્ટ, નવું પંપિંગ સ્ટેશન વગેરે કામગીરીની સાથે પાઇપલાઇન નેટવર્ક પણ વિકસાવવામાં આવશે. જેમાં અંદાજે રૂ.૪૦.૪૭ કરોડનો ખર્ચ થશે. જેમાં ZERO LIQUID DISCHARGE ટેકનોલોજી સાથે ૨૫ MLD ક્ષમતા ધરાવતું વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, RAPID GRAVITY SAND FILTER દ્વારા ગતિશીલ રીતે પાણી શુદ્ધિકરણ, ૨૫ MLD GROUND SERVICE RESERVOIR પાણીના સંગ્રહ માટે, પ્લાન્ટ માટે OVERHEAD BACKWASH TANKની સુવિધા, VERTICAL TURBINE PUMPS સાથે પેનલ્સ, સમગ્ર પ્રોજેકટ SCADA ટેકનોલોજીથી ઓટોમેટીક કરવામાં આવશે સાથે સાથે તમામ બિલ્ડિંગ તથા આંતરિક લાઈટીંગ સૌરઉર્જા આધારિત ગ્રીન એનર્જી સુવિધા સજ્જ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાનેલી તળાવ રાજાશાહી સમયનું ઐતિહાસિક તળાવ છે. જેમાં આશરે 200 MCFT પાણી સંગ્રહ ક્ષમતા છે, તે મોરબી શહેર પૂર્વ ભાગ માટે મુખ્ય પાણી સ્ત્રોત તરીકે પસંદ કરાયું છે. પ્રોજેક્ટના મુખ્ય હેતુઓમાં આરોગ્યપ્રદ જીવનશૈલી, મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં પૂરતો શુધ્ધ પાણી પુરવઠો, પાણીની બચતનો સમાવેશ થાય છે. વધુમાં, આ યોજના હેઠળ આધુનિક મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ સાધનો પણ લગાડવામાં આવશે. શહેરી વિસ્તારની વધતી વસ્તી અને ઊદ્યોગિક વિસ્તરણને ધ્યાને રાખીને મોરબી માટે શહેરના પૂર્વ ભાગમાં આયોજનું અમલિકરણ થયા બાદ પાણીની તંગીની સમસ્યામાંથી છુટકારો મળશે, તથા મોરબી શહેરના પૂર્વ ભાગના હજારો નાગરિકોને શુધ્ધપીવાનાપાણીનો સીધો લાભ મળશે. તેમ મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!