Friday, November 15, 2024
HomeGujaratમોરબીમાં ફોર વ્હીલર વાહન માટેની GJ-36-AC (એસી) નવી સીરીઝ શરૂ થશે

મોરબીમાં ફોર વ્હીલર વાહન માટેની GJ-36-AC (એસી) નવી સીરીઝ શરૂ થશે

પસંદગીના નંબર ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં ફોર વ્હીલર વાહન માટેની સીરીજ GJ-36- AC- ૦૦૦૧ થી ૯૯૯૯ ની પસંદગીના નંબર તા.૧૮-૦૨-૨૦૨૧થી ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે.

ફોર વ્હીલર પ્રકારના વાહનો માટે પસંદગી નંબર મેળવવા માટે નિયત ફી રૂા ૫૦૦૦/- તથા ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી રૂા.૨૫૦૦૦/- તથા સીલ્વર નંબરની ઓછામાં ઓછી ફી રૂા. ૧૦૦૦૦/- સરકાર દ્વારા નકકી કરેલ છે. પસંદગી નંબર માટે અરજી જે વાહનોનો ટેક્ષ/કર મોરબી એ.આર.ટી.ઓ કચેરી ખાતે ભરપાઇ કરવામાં આવેલ હોય અને નોંધણી માટે અધિકારીની સહી થયેલ હોય તેવા જ ફોર્મને પસંદગી નંબર માટે ધ્યાને લેવામાં આવશે. પસંદગીના નંબરો મેળવવા માટે તા. ૦૧/૦૨/૨૦૨૧ સુધી https://parivahan.gov.in/fancy/પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે તથા તા.૧૭/૦૨/૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ થી તા.૧૮/૦૨/૨૦૨૧ ના રોજ ૧૬:૦૦ કલાક સુધી ઓનલાઇન ઇ-ઓક્શન ખુલ્લુ રહેશે અને તા. ૧૮/૦૨/૨૦૨૧ ના રોજ ૧૭:૦૦ કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલ ઇ-ઓક્શનનું પરિણામ નોટીસ બોર્ડ તેમજ પરીવહન સાઇટ પર ઓનલાઇન પણ જોઇ શકાશે.

ઇ-ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમનું પાંચ દિવસમાં ઇ-પેમેન્ટથી ભરી આ ફોર્મ સાથે અરજી કરેલ ફોર્મ CNA અને ઇ-પેમેન્ટથી રસીદ લગાવી આરટીઓ કચેરીમાં તા.૨૪/૦૨/૨૦૨૧ ના રોજ સાંજના ૪:૦૦ કલાક સુધીમાં ફોર્મને ચકાસણી અર્થે જમા કરાવવાનુ રહેશે તેમ મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!