પોલીસે ઉંડાણપૂર્વકની તપાસની તજવીજ હાથ ધરી.
મોરબી તાલુકાના વાઘપર-સોખડા ગામની સીમમાં મહેન્દ્રભાઈ જીવાભાઈની વાડીમાં રહેતા સવાભાઇ પરમારની ૯ વર્ષીય પુત્રી સેજલબેને કોઈ કારણોસર ઉપરોક્ત વાડીમાં ઝેરી દવા પી જતા તેને સારવાર અર્થે પરિવારજનો મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, જ્યાંથી પ્રાથમિક સારવાર લઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જ્યાં ટૂંકી સારવારમાં સેજલબેનનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, હાલ તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી બનાવ અંગે ઉંડાણપૂર્વકની તપાસની તજવીજ હાથ ધરી છે.