Sunday, January 12, 2025
HomeGujaratટંકારાનાં ઉગમણા નાકે આવેલ પ્રવેશદ્વાર ધરાશાઈ થવા મામલે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે...

ટંકારાનાં ઉગમણા નાકે આવેલ પ્રવેશદ્વાર ધરાશાઈ થવા મામલે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ નોંધ દાખલ કરાઈ

ટંકારા શહેરના ઉગમણા નાકે પ્રવેશદ્વાર આવેલો છે. જેનું પ્રગતિ ગુપ ટંકારા દ્વારા ખાનગી ખર્ચે બનાવવામાં આવ્યો હતો. જે સ્નેહીજનોના સંભારણા રૂપે એક વર્ષ પહેલા જ તૈયાર થયો હતો. પરંતુ ગઈકાલે બપોરના સમયે આ પ્રવેશદ્વાર અચાનક જ તૂટી પડ્યો હતો. જેના કારણે સ્થળ પર અફરાતફરી મચી જવા પામી હતી. તેમજ વિદ્યાર્થીઓને લઈને જતી સ્કૂલ બસ અને ગેટ ધરાશાયી થવાની ઘટનાને માત્ર ૨૦-૩૦ સેકન્ડનો ફેર પડતા મોટી જાનહાનિ ટળી હતી.જો કે સદભાગ્યે દુર્ઘટના સમયે કોઈ વાહન કે લોકોની અવરજવર ન હોવાથી કોઈ જાનહાની સર્જાઈ ન હતી. તેમજ બનાવને પગલે ટંકારા પોલીસ પંચાયત અને સામાજિક કાર્યકર દોડી આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે ટંકારા ગ્રામપંચાયતના સરપંચ ગોરધનભાઈ દેવજીભાઈ ખોખાણી દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!