મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા મોરબી તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને બાતમીના આધારે ટીંબડી બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન, મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ સ્ટેશન, હળવદ પોલીસ સ્ટેશન તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનનાં વિવિધ સાત ગુન્હામાં વિપુલભાઈ સોમાભાઈ લોદરીયા નામનો સુરેન્દ્રનગરનો આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો હતો. જેથી આરોપીને પકડી પાડવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરનાં સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા ખાનગીરાહે મળેલ બાતમીનાં આધારે,વિપુલભાઇ સોમાભાઇ લોદરીયાને ટીંબડી બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે









