મોરબીના વાવડી રોડ સુમતિનાથ નગર પાયલ આરોગ્ય નિકેતન (કોલકતા) ખાતે એક દિવસીય ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પ પત્રકાર બિપીનભાઈ વ્યાસના સૌજન્યથી ૧૬૦ મો કેમ્પ તા. ૨૬/૦૧/૨૦૨૫ ને રવિવારના રોજ સવારે ૧૧ વાગ્યાથી ૧:૩૦ વાગ્યા સુધી યોજવામાં આવશે.
મોરબીના વાવડી રોડ સુમતિનાથ નગર પાયલ આરોગ્ય નિકેતન (કોલકતા) ખાતે એક દિવસીય ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પ પત્રકાર બિપીનભાઈ વ્યાસના સૌજન્યથી ૧૬૦ મો કેમ્પ તા. ૨૬/૦૧/૨૦૨૫ ને રવિવારના રોજ સવારે ૧૧ થી ૧:૩૦ વાગ્યા સુધી યોજવામાં આવશે. ગુજરાત હોસ્પિટલના ડૉ. પાર્થ બિપીનભાઈ વ્યાસ (MBBS) દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે. ડાયાબિટીસ ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપવામાં આવશે. જયસુખભાઇ પટેલ હાથ – પગ – કમરના સાંધાના દુઃખાવા તેમજ દવા દર્દીઓને પોઇન્ટ આપીને ફ્રી માં સારવાર આપવામાં આવશે. તેમજ મોરબીના ગ્રીન ચોક લુહારચાલ હુસેન પીરની દરગાહ પાસે આવેલ મહેતા ઔષધ ભંડાર ઉપર ગાંધી બજાર કુબેરનાથ વાળી શેરી ખાતે ડૉ. હસ્તી આઇ. મહેતા (બી.એસ. એ.એમ.,એમ સી.એસ.) દ્વારા રાહત દરે એક દિવસના માત્ર રૂ. ૧૦૦ માં ફિઝિયોથેરાપી (કસરત) કરવામાં આવે છે. સોમવાર થી શનિવાર સવારે ૦૯:૦૦ થી ૦૧:૦૦ વાગે અને સાંજે ૦૪:૦૦ થી ૦૮:૦૦ સુધી સેવા આપવામાં આવે છે.