Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં સીરામીક ફેક્ટરીમાં ડમ્પર હડફેટે એક વર્ષના બાળકનું મોત

મોરબીમાં સીરામીક ફેક્ટરીમાં ડમ્પર હડફેટે એક વર્ષના બાળકનું મોત

મોરબીના રંગપર ગામ નજીક આવેલ લીડસન સીરામીક ફેક્ટરીમાં લેબર કોલોની બહાર રમતા ૧ વર્ષના બાળક ઉપર ડમ્પરનું તોતિંગ વ્હીલ ફરી વળતા બાળકનું સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે બાળકના મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યું હતું, મૃતક બાળકના પિતા દ્વારા ડમ્પર-ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જીલ્લાના સજેલી ગામના વતની હાલ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ લીડસન કારખાનાની લેબર કોલોનીમાં વિકાસ મંગાભાઈ ડામોર પરિવાર સાથે રહે છે, અને ફેક્ટરીના માટી-ખાતામાં તે અને તેમની પત્ની સાથે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય ત્યારે ગઈકાલ સવારના અરસામાં નિત્યક્રમનુસાર વિકાસભાઈ અને તેમની પત્ની માટી ખાતામાં કામ કરતા હોય ત્યારે તેમના સંતાનો લેબર કોલોની પાસે રમતા હતા, જે સમયે એક ડમ્પર રજી.નં. જીજે-૧૩-એએક્સ-૮૦૯૯ના ચાલકે આગળ પાછળ જોયા વિના પોતાનું ડમ્પર વળાંક વાળતા ત્યાં રમી રહેલા ૧ વર્ષના બાળક ઉપર ડમ્પરનું તોતિંગ વ્હીલ ફરી વળ્યું હતું, જેથી મજરી કામ કરી રહેલ પરિવારના પુત્રનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું, એક વર્ષના બાળકના કમકમાટીભર્યા મૃત્યુના બનાવથી પરિવાર ઉપર આભ ફાટ્યું હોય તે રીતે ગમગીની પ્રસરી ગયી હતી.

બનાવ અંગે તુરંત કારખાનાના સંચાલકને જાણ થતા લીડસન સીરામીકના માલીક ઘટના સ્થાકે દોડી જઇ તત્કાલીક એમ્બ્યુલન્સ બોલાવી હતી જેમાં બાળકના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતક બાળકના પિતા દ્વારા આરોપી ડમ્પર-ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી., હાલ પોલીસે આરોપી ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેની અટકાયત કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!