ગુજરાતના ભવ્ય શક્તિપીઠ અંબાજીમાં દર્શનનું અનેરું મહત્વ રહેલું છે. ત્યારે સતત 24 વર્ષથી મોરબીથી પગપાળા અંબાના દર્શન કરવા જતા અંબાજી પદયાત્રા સંઘ દ્વારા આ વર્ષે પણ પદયાત્રાનું આયોજન કરેલ છે.
શ્રી અંબિકા પદયાત્રા સંઘ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબીથી અંબાજી સુધીની પદયાત્રા સંઘા દ્વારા તા.30/8/2022 અને મંગળવારનાં રોજ રવાના થશે. શ્રી અંબિકા પદયાત્રા સંઘા 345 કિમીની યાત્રા કરીને અંબેમાંનાં સરબારમાં પહોંચશે. અંબાજીમાં ભાદરવી પુનમનાં દર્શન કરવાનું અનેરું મહત્વ છે. જેમાં ભાદરવી પુનમનાં માનવ મેળામાં સતત 1999થી અવિરત શ્રી અંબિકા પદયાત્રા સંઘ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ અંબાજી 180 શ્રધ્ધાળુંઓનો સંઘ 30 તારીખે બપોરે 12 : 15 કલાકે મોરબીથી પ્રારંભ થશે.
શ્રી અંબિકા પદયાત્રા સંઘનાં સંઘ પતિ સુરેશભાઇ નાગપરા તથા તેમના પત્ની ગીતાબેન નાગપરા દ્વારા જણાવવામાં જણાવવામાં આવ્યું હતું કે, રથના આયોજક જયરામભાઇ, દિલીપભાઇ સોની તથા કૈલાસભાઈ નાગપરાનાં ઘણા સમયથી સેવા બજાવતા હિતેષભાઇ, ચુનીભાઈ, બાલાભાઈ તથા સતિષભાઇ અને જાય અંબે પરિવારના આયોજન હેઠળ મેડિકલથી લઈને તમામ ખાવા-પીવાની સુવિધા સાથે તેમજ માતાજીનાં પૂજન-અર્ચન તથા માંની બાવનગજની ધજા તેમજ માતાજીનાં રથના શણગાર સાથે મોરબીનગરમાં ગાજતે-વાજતે શોભાયાત્રા, સ્કાય ટાવર આલાપ મેઈન રોડથી વાઘેશ્વરી મંદિર, ગ્રીન ચોક સુધી માંનાં દર્શનનો લાભ લેવા તથા પદયાત્રા તેમજ શોભાયાત્રામાં વધુમાં વધુ શ્રધ્ધાળુઓને જોવવા સંઘપતિ સુરેશભાઇ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.