‘૧૨ વર્ષ: વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના’
મોરબી જીલ્લામાં ‘૧૨ વર્ષ: વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના’ યોજાઈ રહેલા કાર્યક્રમો અંતર્ગત જીલ્લાની વિવિધ માધ્યમિક શાળાઓમાં ‘વિકસિત ભારત’ થીમ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ચિત્ર સ્પર્ધામાં મોરબી જીલ્લાની માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના આયોજન બાદ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા આ તમામ ચિત્રોના પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.






