આગામી તહેવારોને અનુલક્ષીને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવામાં આવે તે હેતુથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
મોરબી સીટી એ ડીવીઝન પીઆઈ જે. એમ. આલ અને ચીફ ઓફિસર ગીરીશ સરૈયાના અધ્યક્ષસ્થાને મળેલી શાંતિ સમિતિની બેઠકમાં હિંદુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આગામી દિવસોમાં આવનાર તહેવારોમાં કોમી એખલાસ જળવાય અને શાંતિપૂર્ણ ઉજવણી થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ પણ પુરતો સહયોગ આપવા પોલીસને ખાતરી આપી હતી.