મહિકા ગામની સીમ વાંકાનેર બાઉન્ટ્રી નેશનલ હાઇવે રોડ પર ટ્રક-ટ્રેઇલરના ચાલકે પોતાનું ટ્રક-ટ્રેઇલર નેશનલ હાઈવે રોડ ઉપર ટ્રાફીકને અડચણ રૂપ તેમજ રાત્રીના સમયે અંધારામા રોડ ઉપર ઉભો રાખી કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા પાછળથી આવતી મોટર સાયકલ ચાલક ટ્રક સાથે અથડાતાં મોટરસાઇક્લ સવાર યુવકનું મોત નીપજ્યું હતું. જેને લઈ મૃતકનાં ભાઈ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદનાં અડવાળ ખાતે રહેતા કિરણભાઇ પરશોતમભાઇ સારોલા નામના યુવકનો ભાઈ રણજીતભાઇ સારોલા ગત તા.૧૭/૦૯/૨૦૨૩ ના રોજ પોતાનું GJ.38.AD.8959 નંબરનું મોટર સાયકલ લઈ ખ્વાજા પેટ્રોલ પંપની સામે મહિકા ગામની સીમ વાંકાનેર બાઉન્ટ્રી નેશનલ હાઇવે રોડ પર થી પસાર થઇ રહ્યો હતો. ત્યારે GJ.36.V.4425 નંબરનાં ટ્રક-ટ્રેઇલરના ચાલકે પોતાનું ટ્રક-ટ્રેઇલર નેશનલ હાઈવે રોડ ઉપર ટ્રાફીકને અડચણ રૂપ તેમજ અકસ્માત સર્જાય તેમ ભયજનક રીતે રાત્રીના સમયે અંધારામા રોડ ઉપર ઉભો રાખી કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી નિષ્કાળજી રાખી ટ્રક-ટ્રેઇલરની પાછળ યોગ્ય અંતરે કોઇપણ પ્રકારના લાઇટના સિગ્નલો કે ભય સુચક સંકેતો કે કોઇપણ પ્રકારની આડસ નહીં રાખતા રણજીતભાઇ ત્યાંથી પોતાની મોટરસાઈકલ ચલાવીને આવતા હતા. ત્યારે ટ્રક-ટ્રેઇલરના પાછળ ઠાઠાના ભાગે મોટર સાયકલ અથડાતા રણજીતભાઇને શરીરે ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે.