મોરબી બારનાલા પાસે હાઇવે પર ઈસમ પોતાના હવાલાવાળો અશોક લેલેન ટ્રક ડ્રાઈવીંગ લાયસન્સ વગર પુરઝડપે ચલાવી અર્ટીગા કારના પાછળ નાં ભાગે ભટકાવી ગાડીમા પાછળનો કાંચ તોડી નાખતા તેમજ પાછળનો ડેકીનો દરવાજો અને બમ્પર દબાઇ ગયેલ તેમજ પાછળની લાઇટ તુટી જતા ગાડીમાં નુકશાન થતાં શખ્સ વિરુધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર મોરબી બારનાલા પાસે હાઇવે પર મીથીલ સુરેશભાઈ બુધ્ધદેવ પોતાની GJ-36-F-1344 નંબરની અર્ટીગા કાર લઈને જતાં હતા. ત્યારે આરોપી સાહિલ ઇસ્માઇલભાઈ સોરાએ પોતાના હવાલાવાળો GJ-03-AT-0242 નંબરનો અશોક લેલેન ટ્રક ડ્રાયવીંગ લાયસન્સ વગર પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીદગી જોખમાઇ તે રીતે ચલાવી ફરિયાદીની અર્ટીગા કારના પાછળ નાં ભાગે ભટકાવી ફરીયાદીની ગાડીમા પાછળનો કાંચ તોડી તથા પાછળનો ડેકીનો દરવાજો તથા બમ્પર દબાઇ ગયેલ અને પાછળની લાઇટ તુટી જતા ગાડીમાં નુકશાન થતાં તેના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.