મોરબી તાલુકાના ભડિયાદ ગામની સીમમાં સોકા સેનેટરી કારખાનાની સામે જાહેરમાં વિદેશી દારૂ ૮પીએમના ચાર નંગ ચપલા કિ.રૂ.૭૪૦/-લઈને નીકળેલ આરોપી પરંજીતસિંઘ રાજેન્દ્રસિંઘ માન ઉવ.૨૬ રહે. હાલ સીરામીક સીટી એલ-૧ બિલ્ડીંગ લાલપર મૂળરહે. મોર માજરા તા.ભલ્લા જી.કરનાલ હરિયાણા વાળાને મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









