હળવદ પોલીસે વિદેશી દારૂની નાની-મોટી ૨૧૬ બોટલ, બિયરના ૧૨ ટીન તથા કાર સહિત ૩.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
હળવદ તાલુકાના ટીકર ગામ નજીક પૂર્વ બાતમીને આધારે હળવદ પોલીસ ટીમે સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે મોરબીના એક ઇસમની અટકાયત કરવામાં આવી છે, આ સાથે પોલીસે વિદેશી દારૂની નાની-મોટી ૨૧૬ બોટલ તેમજ બિયરના ૧૨ ટીન તેમજ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવામાં આવેલ સ્વીફ્ટ કાર સહિત ૩.૬૨ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ કાર ચાલક આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી મુજબ, હળવદ પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને જગદીશ બાંભણીયા તાલુકાના ટીકર(રણ) ચોકડી થી અજિતગઢ જવાના રસ્તે નિકળનાર છે, જેથી તુરંત પોલીસ ટીમ વોચ ગોઠવી ટીકર ચોકડી નજીક વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમિયાન સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૩૬-એએલ-૮૧૧૧ ત્યાંથી પસાર થતા તેને રોકી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૭૫૦મીલી. ની ૭૨ બોટલ, ૧૮૦મીલી.ની ૧૪૪ બોટલ તેમજ બિયરના ૧૨ ટીન સહિત કિ.રૂ.૬૨,૦૫૨/-નો જથ્થો મળી આવ્યો હતો, આ સાથે આરોપી કાર ચાલક જગદીશભાઈ ગંગારામભાઈ બાંભણીયા ઉવ.૪૧ રહે.મોરબી વજેપર ગામ શેરી નં.૧૧ જેલ રોડ વાળાની અટકાયત કરવામાં આવી છે, પોલીસે સ્વીફ્ટ કાર વિદેશી દારૂ-બિયરના જથ્થા સહિત કુલ રૂ.૩,૬૨,૦૫૨/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.