મોરબી તાલુકાના જાંબુડીયા ગામ નજીક ઓવરબ્રિઝ પાસે ખાખી પુઠાના બોક્સમાં શંકાસ્પદ હાલતમાં જઇ રહેલા એક શખ્સને તાલુકા પોલીસ ટીમ દ્વારા રોકી તેની પાસે રહેલ બોક્સમાં ચેકીંગ હાથ ધરતા, તેમાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૮ બોટલ કિ.રૂ.૧૧,૪૦૬/- મળી આવી હતી, જેથી તુરંત આરોપી અશોકભાઈ ખુશાલભાઈ સાપરા ઉવ.૨૯ રહે.જાંબુડીયા ગામ ધર્મસિધ્ધિ સોસાયટી મૂળરહે. અમરાપર તા.થાન વાળાની ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.