મોરબી શાગેરના રવાપર રોડ સેલ પેટ્રોલપંપની બાજુમાં રોડ ઉપરથી પોલીસે એક ઇસમને વિદેશી દારૂની ૧૮૦મીલી.ની અલગ અલગ ૧૮ નંગ બોટલ સાથે ઝડપી લીધો હતો, જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ, સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રવાપર રોડ સેલ પેટ્રોલપંપ નજીક રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં થેલો લઈને જઈ રહેલા આરોપી કમલેશભાઈ રતીલાલભાઈ રાજા ઉવ.૫૮ રહે. સિવિલ હોસ્પિટલ પાસે ગાંધીચોક મોરબી વાળાને અટકાવી તેની પાસે રહેલ થેલાની તલાસી લેતા, તેમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૧૮૦મીલી. ની ક્ષમતાની ૧૮ બોટલ કિ.રૂ.૨,૮૮૦/- મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.