રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવની સુચનાથી તેમજ મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીની સુચનાથી મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી નેસ્તનાબુદ કરી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા મોરબીમાં શ્રધ્ધાપાર્કમાં રહેણાંક મકાનમાંથી ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલીંગમા હતી. તે દરમ્યાન તેઓને ખાનગી હકીકત મળેલ કે, મોરબી શ્રધ્ધાપાર્ક સોસાયટી નવલખી રોડ ખાતે રહેતા ધવલ આહિર પોતાના રહેણાક મકાને ઇગ્લીશ દારૂનો જથ્થો ઉત્તારી ઇગ્લીશ દારૂનુ વેચાણ કરે છે. જેથી આરોપીના રહેણાક મકાનમાં રેઇડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ સ્ટગ વ્હીસ્કીની ૧०८ બોટલોનો રૂ.૭૨,૬૮૪/- તથા મેકડોવેલ્સ નં ૦૧ ઓરીજનલ વ્હિસ્કીની ૨૪ બોટલનો ३.૧૩,૪८८/- મળી કુલ રૂ.૮૬,૧૭૨/-નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન હાજર મળી આવતા તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વસાવા તથા હેડ કોન્સ્ટેબલ જગદિશભાઇ જીવણભાઇ, તથા રાજેશભાઇ નરસંગભાઇ તથા જયપાલભાઇ જેસીંગભાઇ તથા કોન્સ્ટેબલ વિપુલભાઇ ગગુભાઇ, ભાવેશભાઇ કનુભાઇ, સંજયભાઇ દિલીપભાઇ, સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ, રાજપાલસિંહ રામદેવસિંહ, તથા દેવાયતભાઇ રાઠોડ તથા પ્રિયંકાબેન ગૌતમભાઇ દ્વારા કરવામાં આવી છે.