હળવદ પોલીસે વિદેશી દારૂની ૨૪ બોટલ તથા બિયરના ૨૦ ટીન કબ્જે કર્યા
હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે તાલકાના જોગડ ગામે રેઇડ કરી હતી, ત્યારે નવી જોગડ ગામની સીમમાં રેવાભાઈની વાડી નજીક પ્લાસ્ટિકના બાચકા સાથે એક ઇસમને પકડી તેની તલાસી લેતા પ્લાસ્ટિકના બાચકામાંથી વિદેશી દારૂની ૨૪ બોટલ તેમજ બિયરના ૨૦ ટીન જેની કુલ કિ.રૂ.૯,૨૦૦/- મળી આવતા તુરંત આરોપી કિર્તનભાઈ નરશીયાભાઈ ભીલ ઉવ.૧૮ રહે.નવી જોગડ ગામ રેવાભાઈની વાડીએ મૂળરહે.ખડલા ગામ જી.છોટાઉદેપુરવાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી હળવદ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.