Saturday, February 22, 2025
HomeGujaratમાળીયા(મી) ઓનેસ્ટ ચેક પોસ્ટ ખાતેથી દેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર સાથે એકની...

માળીયા(મી) ઓનેસ્ટ ચેક પોસ્ટ ખાતેથી દેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર સાથે એકની અટક.

માળીયા(મી): ઓનેસ્ટ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમિયાન માળીયા(મી) પોલીસ ટીમે ૨૫૦ લીટર દેશી દારૂ ભરેલી સ્વીફ્ટ ડિઝાયર કાર ઝડપી લેવામાં આવી હતી, આ સાથે આરોપી કાર ચાલકની અટકાયત કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા(મી) પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ કોમ્બિન્ગમાં હોય તે દરમીયાન ઓનેસ્ટ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ કામગીરીમાં હોય તે દરમિયાન સ્વીફ્ટ ડિઝાયર કાર રજી.નં. જીજે-૦૩-સીઈ-૩૭૭૧ ત્યાંથી પસાર થતા તેને રોકી તેની તલાસી લેતા તેમાંથી પ્લાસ્ટિકના કુલ ૧૦ બાચકામાં ૨૫૦ લીટર દેશી દારૂ કિ.રો. ૫૦ હજાર મળી આવ્યો હતો , આથી પોલીસે કાર ચાલક આરોપી પરેશભાઈ દિનેશભાઇ સોલંકી ઉવ.૧૯ રહે. મોરબી-૨ શોભશ્વર રોડ મફતિયાપરાવાળાની સ્થળ ઉપરથી અટક કરી, સ્વીફ્ટ ડિઝાયર કાર અને દેશી દારૂ સહિત કુલ કિ.રૂ. ૨.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!