Saturday, October 25, 2025
HomeGujaratહળવદના ધૂળકોટ ગામે બોલેરોમાંથી દેશી દારૂ બનાવવાનો આથો અને દેશી દારૂ સાથે...

હળવદના ધૂળકોટ ગામે બોલેરોમાંથી દેશી દારૂ બનાવવાનો આથો અને દેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો

હળવદ તાલુકાના ધુળકોટ ગામની સીમમાંથી એક ઇસમને બોલેરો પીકઅપ સાથે ૩૭૦ લીટર દેશી દારૂ તથા ૧૨૫૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો સહિત પ્રોહિબિશનના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના અન્ય એક આરોપીનું નામ ખુલતા તે આરોપીને ફરાર દર્શાવી હળવદ પોલીસે કુલ કિ.રૂ ૬,૦૫,૨૫૦/-નો મુદામાલ કબ્જે લઈ આગકલની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ મથક ઇન્ચાર્જ પીઆઇ ડી.વી.કાનાણીની સુચનાથી સર્વેલન્સ ટીમના પો.કોન્સ વનરાજસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા તથા હરવિજયસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે ધુળકોટ ગામની સીમમાં રેઇડ કરતા આરોપી યોગેશભાઇ ઉર્ફે યોગલો હિરાભાઇ છનુરા રહે.ગામ જુના ઘાંટીલા તા.માળીયા(મી) વાળાને બોલેરો પીકઅપ ગાડી રજી.નં. જીજે-૩૬-વી-૬૫૪૮ સાથે ૩૭૦ લીટર દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર- ૧૨૫૦ મળી કુલ કિ.રૂ ૧,૦૫,૨૫૦/-ના પ્રોહીબીશનના જથ્થા સાથે પકડી લેવામાં આવ્યો છે, પકડાયેલ આરોપીની પૂછતાછમાં અન્ય એક આરોપી સંજયભાઇ નથુભાઇ સાલાણી રહે.ઇન્દીરાનગર મોરબીવાળાનું નામ ખુલવા પામ્યું હતું, ત્યારે હળવદ પોલીસે તે આરોપીને ફરાર જાહેર કરી, બોલેરો તથા પ્રોહીબીશનનો જથ્થો મળી કુલ રૂ.૬,૦૫,૨૫૦/- નો મુદામાલ જપ્ત કરી બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!