વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આગમન હોટલ પાછળ ખરાબામાં જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી સંજયભાઈ લાભુભાઈ જાદવ ઉવ.૨૧ રહે.હાલ રાતાવિરડા તા.વાંકાનેર મુળરહે.ચાંદલીયા તા.થાન જી.સુરેન્દ્રનગર વાળાને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે આરોપી પાસેથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાના સાધનો તથા રોકડા રૂ.૪૨૦/-સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.