મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સામાકાંઠે ભડીયાદ રોડ ભડીયાદ કાંટે ચબૂતરા પાસે આરોપી નિમેશ અશ્વિનભાઇ મીરાણી ઉવ-૩૫ રહે.મોરબી, વાધપરા શેરી નંબર-૧૩ વાળો જાહેરમાં વરલીફીચર્સના આંકડાઓ એક ડાયરીમાં લખી પૈસાની હરજીતનો જુગાર રમી રમાડતા રંગેહાથ મળી આવતા, પોલીસે તેની પાસેથી રોકડા ૨૭૦૦/- તથા વરલીફીચર્સના આંકડા રમવાના સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો, પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં આ વરલીફીચર્સનો જુગાર અફઝલ ઉર્ફે જલો અકબરભાઈ સમાં રહે. મોરબી-૨ સો ઓરડી વાળો રમાડતો હોય અને પોતે રૂ.૬૦૦ લેખે રોજ ઉપર કામ કરતો હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે અકબર ઉર્ફે જલો ને ફરાર દર્શાવી બન્ને આરોપી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.