Tuesday, January 14, 2025
HomeGujaratમોરબી તાલુકાના જાંબુડીયા નજીક એકટીવામાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો,મહિલા સપ્લાયરનું...

મોરબી તાલુકાના જાંબુડીયા નજીક એકટીવામાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો,મહિલા સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ નજીક પાવર હાઉસની સામે એકટીવા મોપેડમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને તાલુકા પોલીસે ઝડપી લીધો હતો. ત્યારે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં દેશી દારૂનો જથ્થો મહિલા આરોપી પાસેથી લઈ આવ્યાની કબુલાત આપતા મહિલા આરોપીને ફરાર દર્શાવી તેની અટક કરવા તજવીજ હાથ ધરી હતી. હાલ પોલીસે આરોપી પાસેથી દેશી દારૂનો જથ્થો તેમજ એકટીવા મોપેડ કબ્જે કરી બંને આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે જાંબુડીયા ગામ નજીક આવેલ પાવર હાઉસની સામેથી આરોપી રાજુભાઇ વાસુદેવભાઇ ભંભાણી ઉવ.૫૦ રહે-લાભનગર ધર્મપુર રોડ તા.જી.મોરબીવાળાને હોન્ડા કંપનીના એકટીવા રજી.નં. જીજે-૩૬-એન-૭૮૭૩માં દેશી દારૂની ખેપ મારતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. ત્યારે તાલુકા પોલીસે સ્થળ ઉપરથી પ્લાસ્ટિકના બાચકામાં ૨૫ લીટર દેશી દારૂ સાથે આરોપીની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે પોલીસે દેશી દારૂ અંગે પકડાયેલ આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા યાસ્મીનાબેન ઉર્ફે આરતીબેન સંજયભાઇ અગેચણીયા રહે-શોભેશ્વરનગર મોરબી ૦૨ પાસેથી દેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે લઈ આવ્યાની કબુલાત આપતા પોલીસે મહિલા આરોપીને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ સાથે પોલીસે એકટીવા મોપેડ તથા દેશીદારૂ સહિત કિ.રૂ.૩૦ હજારનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!