મોરબી શહેરમાં નવલખી રોડ શ્રધ્ધા પાર્ક સોસાયટીના રહેણાંકમાં સીટી બી ડિવિઝન પોલીસે મળેલ બાતમીને આધારે રેઇડ કરી હતી, ત્યારે રહેણાંકમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૩૨ નંગ બોટલ મળી આવી હતી, આ સાથે મકાન માલીક શખ્સની અટકાયત કરવામાં આવી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પો.હેડ.કોન્સ.જયપાલભાઇ લાવડીયા, પો.કોન્સ.સિધ્ધરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ.રાજપાલસિંહ જાડેજાને ખાનગી હકીકત મળેલ કે મોરબી શ્રધ્ધાપાર્ક સોસાયટી નવલખી રોડ ખાતે રહેતા ધવલ આહિર પોતાના રહેણાક મકાને ઇગ્લીશ દારૂનો જથ્થો ઉત્તારી ઇગ્લીશ દારૂનુ વેચાણ કરે છે, જેથી મળેલ બાતમીને અનુસંધાને આરોપીના રહેણાક મકાનમાં રેઇડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૩૨ બોટલ કિ.રૂ. ૮૬,૧૭૨/- મળી આવેલ હતી, જેથી આરોપી ધવલભાઇ રાયધનભાઇ કોઠીવાર ઉવ.૩૦ રહે. હાલ મોરબી શ્રધ્ધાપાર્ક શેરી નં.૧ નવલખી રોડ મૂળરહે.ગામ નાની બરાર તા.માળીયા(મી) વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.