મોરબી શહેરના શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ માંગરની વાડી વિસ્તારમાં રહેતો મનસુખભાઇ વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીને આધારે એ ડિવિઝન પોલીસ ટીમે રેઇડ કરતા, આરોપી મનસુખભાઇ પરષોત્તમભાઈ મકવાણા ઉવ.૨૫ માંગરની વાડી વિસ્તારમાં જવાના રસ્તા પાસેથી વિદેશી દારૂની ચાર બોટલ કિ.રૂ. ૧,૨૦૦/- સાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો. આ સાથે પોલીસે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછ કરતા આ વિદેશી દારૂ પોતે આરોપી લાલજીભાઈ રમેશભાઈ કંજારીયા રહે. વજેપર શેરી નં.૧૬ વાળા પાસેથી લઈ આવ્યાનું જણાવતા, પોલીસે તેને ફરાર દર્શાવી, બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.