મોરબી તાલુકાના ઘુટુ ગામની સીમમાં ઉંચી માંડલ ગામ જવાના રસ્તે કેનાલની બાજુમાં પ્લાસ્ટિકના બાચકામાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા અજયભાઈ મનુભાઈ ડોડીયા ઉવ.૨૫ રહે. મોરબી મહેન્દ્રનગર આનંદ એપાર્ટમેન્ટની પાછળ વાળાને તાલુકા પોલીસ દ્વારા રોકીને, તેની પાસે રહેલ પ્લાસ્ટિકના બાચકાની તલાસી લેવામાં આવી હતી, જેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૬ નંગ બોટલ મળી આવી હતી, આ સાથે તાલુકા પોલીસે વિદેશી દારૂનો જથ્થો કિ રૂ.૩,૨૧૪/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.