માળીયા(મી) પોલીસે પૂર્વ બાતમીને આધારે જુના દલિતવાસ નજીક મંદિરની પાછળ દરોડો પડતા જ્યાં મંદિરની દીવાલની આડમાં વિદેશી દારૂ સગેવગે કરવાની પેરવીમાં રહેલ એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે માળીયા પોલીસે વિદેશી દારૂની નાની-મોટી ૯૬ નંગ બોટલ કિ.રૂ. ૬૩ હજારનો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, માળીયા(મી) પોલીસ ટીમને બાતમી મળી કે, આરોપી સલીમ ઉર્ફે પલો જેડા જુના દલિતવાસમાં રામપીરના મંદિરની પાછળ આવેલ દીવાલની આડમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોય, જે મુજબની બાતમીને આધારે તુરંત માળીયા પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળે રેઇડ કરી હતી, ત્યારે પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ અને ક્ષમતાની ૯૬ બોટલ કિ.રૂ.૬૩,૩૬૦/- નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે પોલીસે આરોપી સલીમ ઉર્ફે પલો દિલાવરભાઈ જેડા ઉવ.૩૭ રહે. સરકારી હોસ્પિટલની બાજુમાં માળીયા(મી) વાળાની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.